24 ન્યા એણે એક મિસર દેશના માણસની દ્વારા એક ઈઝરાયલ દેશના માણસની હારે અન્યાય થતો જોયો, તો એણે એને બસાવ્યો, અને મિસર દેશના માણસને મારી નાખીને, એનો બદલો લય લીધો.
જઈ મુસા સ્યાલીશ વરહનો થયો, તો એના મનમા વિસાર આવ્યો કે, “હું મારા ઈઝરાયલ દેશના ભાઈઓને મળું.”
મુસાએ વિસારુ કે એના ભાઈઓ હમજશે કે, પરમેશ્વર એના હાથથી એને બસાવશે, પણ ઈ નો હમજ્યાં.
જેવી રીતેથી ઈ કાલે મિસર દેશના રહેવાસી માણસને મારી નાખ્યો અને મિધાન દેશમાં જયને રયો, અને ન્યા એને બે દીકરા થયા.”