20 ઈ દિવસોમાં મુસાનો જનમ થયો, ઈ પરમેશ્વરની નજરમાં બોવ રૂપાળો હતો, અને એના માં-બાપે પોતાના ઘરમાં ત્રણ મયના પાલન પોષણ કરયુ.”
વિશ્વાસથી જ મુસાના માં-બાપે મુસાના જનમ થયા પછી ત્રણ મયના હુધી હતાડીને રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે, એનું બાળક સાધારણ નથી, અને તેઓ રાજાના હુકમને ના પાડવામાં નથી બીતા.