આપડે આ રીતે વરતન કરી છયી, જઈ આપડે આશા હારે ઈ મહાન દિવસની રાહ જોયી છયી, જેની આપણને આશા છે, ઈ દિવસ જઈ ઈસુ મસીહ, જે આપડો મહાન પરમેશ્વર અને તારનાર છે, ઈ પોતાની પુરી મહિમાની હારે જગત ઉપર પાછો આયશે.
દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.
જઈ પરમેશ્વરે ઈબ્રાહિમને આમંત્રણ આપ્યુ; તઈ ઈ વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન પરમેશ્વરે આપ્યુ હતું ન્યા જાવા હાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે, ઈ નો જાણયા છતાં ઈ પોતાના વતનમાંથી નીકળી ગયો.
“અમારા પરભુ પરમેશ્વર, તુ મહિમા પામવા હાટુ લાયક છે, તુ માન પામવાને લાયક છે, તુ સામર્થી છે કેમ કે, તે જ દરેક વસ્તુની સુષ્ટિ કરી. તમે માન્યું કે તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઈ હાટુ એની સુષ્ટિ કરી.”