1 તઈ પ્રમુખ યાજકોએ પુછયું કે, “શું આ આરોપ હાસો છે?”
તઈ લોકો જે મોટી સભામાં બેઠા હતાં, એને એક નજરથી જોય રયા હતાં, તો એનુ મોઢું એકદમ સ્વર્ગદુતની જેમ સમકતું હતું.
સ્તેફને જવાબ દીધો કે, “હે ભાઈઓ, અને વડવાઓ, હાંભળો આપડા વડવા ઈબ્રાહિમને હારાન ગામમાં આવીને રેવાની પેલા ઈ મેસોપોટેમિયા પરદેશમા હતો, ન્યા મહિમાવાન પરમેશ્વરે એને દર્શન દીધા.”