6 અને એને બાર ગમાડેલા ચેલાઓની હામે લીયાવ્યા, અને તેઓએ પ્રાર્થના કરીને ઈ કામ કરવા હાટુ ઠરાવા.
અને એણે આ કયને બોવજ વિનવણી કરી કે, “મારી નાની દીકરી મરવાની અણી ઉપર છે: ઈ હાટુ તુ આવીને એની ઉપર હાથ રાખ જેથી ઈ હાજી થય જાય અને એનો બસાવ થાય.”
અને આ ક્યને પ્રાર્થના કરી કે, હે પરભુ, તમે જે બધાય માણસોના મનને જાણો છો, અમને ઈ પરગટ કર કે આ બેમાંથી તે કોને પસંદ કરયો છે,
તઈ તેઓએ ઉપવાસ અને પ્રાર્થના કરીને એની ઉપર હાથ રાખીને પરમેશ્વરની સેવાની હાટુ મોકલ્યા.
જઈ પાઉલે એના ઉપર હાથ રાખ્યો, તો પવિત્ર આત્મા એના ઉપર ઉતરી, અને ઈ બીજી ભાષા બોલવા અને ભવિષ્યવાણી કરવા મંડો.
તઈ પિતર અને યોહાને એના ઉપર હાથ મુક્યા અને તેઓએ પવિત્ર આત્માને પામયો.
એણે પણ દર્શન જોયા છે કે, અનાન્યા નામનો એક માણસ આવીને એના ઉપર હાથ રાખ્યો અને હું પાછો જોતો થય ગયો છું,”
તઈ અનાન્યા એના ઘરમાં ગયો, ન્યા શાઉલ રોકાણો હતો, અને એના ઉપર એનો હાથ રાખીને કીધું કે, “હે ભાઈ શાઉલ, પરભુ એટલે ઈસુ, જે મારગમાં તને દેખાણો, જ્યાંથી તુ આવતો હતો, એણે મને મોકલ્યો છે કે, તુ પાછો જોય હક, અને પવિત્ર આત્માથી ભરપૂર થા.”
મંડળીના વડવાઓએ તારી ઉપર હાથ મુકીને ભવિષ્યવાણી કરતી વખતે જે વરદાન પરમેશ્વરે તને આપ્યુ હતું, એના વિષે તુ બેદરકાર રેતો નય.
કોય પણ માણસને મંડળીમાં વડવા તરીકે ગમાડવા હાટુ ઉતાવળ કરવી નય, એવુ કરીને એના પાપોમા ભાગીદારી થાવુ નય પણ પોતાની જાતને પવિત્ર બનાવી રાખ.
આ કારણથી હું તને યાદ દેવડાવું છું કે, જઈ મે તારી ઉપર હાથ રાખ્યો હતો, તઈ પરમેશ્વરે જે વરદાન તને આપ્યો હતો, એને જાગૃત કર.
જળદીક્ષાના વિષે અને કોય ઉપર હાથ રાખવાની વિધિ, અને મરેલામાંથી જીવતા ઉઠવું અને અનંતકાળના ન્યાયના વિષે શિક્ષણના પાયા ફરીથી નાખી નય.