Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 6:5 - કોલી નવો કરાર

5 આ વાતુ આખી મંડળીને હારી લાગી, અને એમાંથી સ્તેફન નામનો એક માણસ; જે વિશ્વાસ અને પવિત્ર આત્માથી ભરપૂર હતો, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમીનાસ અને અંત્યોખ શહેરના નિકોલસને જેણે યહુદી ધરમ અપનાવી લીધો હતો, તેઓએ આ લોકોને ગમાંડ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 6:5
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમારી હાટુ કેટલો અફસોસ છે! કેમ કે, એક ચેલો બનાવવા હાટુ તમે બધી જગ્યાએ ફરીને યાત્રાઓ કરો છો અને જઈ તેઓ વિશ્વાસ કરે છે, તઈ તમે એને પોતાના કરતાં બે ગણો નરકમાં જાવા લાયક માણસ બનાવો છો.


સ્તેફનના વિષે થયેલ સતાવના કારણે જે વેર વિખેર થયેલા લોકો ફિનિકિયા શહેર, અને સાયપ્રસ ટાપુ અને સિરિયા પરદેશના અંત્યોખ શહેર લગી ગયા પણ તેઓએ ખાલી યહુદીઓને સુવાર્તાનો પરચાર કરયો.


પણ તેઓમાના કેટલાક વિશ્વાસી માણસો જેઓ સાયપ્રસ ટાપુ અને કુરેન ગામના રેવાસી હતા, જઈ તેઓ અંત્યોખ શહેરમાં પુગ્યા તઈ ગ્રીક ભાષા બોલનારા બિનયહુદી લોકોને હોતન પરભુ ઈસુના હારા હમાસાર હંભળાવ્યા.


તઈ તેઓના વિષે યરુશાલેમ શહેરની મંડળીના વિશ્વાસીઓએ હાંભળ્યું, તઈ તેઓએ બાર્નાબાસને અંત્યોખ શહેરમાં મોકલ્યો.


બાર્નાબાસ એક ભલો માણસ હતો, અને પવિત્ર આત્મા અને વિશ્વાસથી ભરપૂર હતો, ઈ વખતમાં ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.


અને જઈ ઈ શાઉલને મળો તો એને અંત્યોખ શહેરમાં લાવ્યો, અને આ થયુ કે તેઓ એક વરહ હુધી મંડળીના લોકોની હારે મળતા રયા, અને ઘણાય લોકોને પરભુ ઈસુના વિષે સંદેશો આપતા રયા, અને ઈસુ મસીહના ચેલાઓ બધાયની પેલા અંત્યોખ શહેરમાં જ મસીહ કેવાણા.


ઈ દિવસોમાં થોડાક વિશ્વાસી જે આગમભાખીયા હતાં, યરુશાલેમ શહેરથી અંત્યોખ શહેરમાં આવ્યા.


અંત્યોખ શહેરની મંડળીમાં કેટલા આગમભાખીયા અને વચન શીખવાડવા વાળા હતાં, એમાંથી બાર્નાબાસ, શિમયોન જે નગર કેવાય છે, અને કુરેન ગામનો લુકિયસ, મનાએન જે નાનપણથી હેરોદની હારે નાના-મોટો થયો હતો, અને શાઉલ.


તઈ યરુશાલેમ શહેરની બધીય મંડળીની હારે ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ ઈ પાકું કરયુ કે, આપડામાંથી થોડાક માણસોને ગમાડે. જેમ કે, યહુદા બાર્નાબાસ કેવાય છે, અને સિલાસને ગમાડયો. જે વિશ્વાસી ભાઈઓમાં આગેવાન માનવામાં આવતાં હતાં, અને તેઓને પાઉલ અને બાર્નાબાસની હારે અંત્યોખ શહેરમાં મંડળીની પાહે મોકલે.


તઈ ઈ બધાય પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને જે વરદાન પવિત્ર આત્માએ દીધા, એની પરમાણે અલગ અલગ ભાષામાં બોલવા મંડયા.


બીજા દિવસે અમે ન્યાંથી હાલીને કાઈસારિયા શહેરમાં આવ્યા, અને ફિલિપ ઈ હારા હમાસાર પરસાર કરનારા હાતમાંથી એક હતો, એની ઘરે જયને ચેલાઓ રયા.


જઈ તારો સાક્ષી સ્તેફનનું લોહી વહેડાવાતુ હતું તઈ હું હોતન ઉભો હતો, અને આ વાતથી મળેલો હતો, અને એને મારવાવાળાના લૂગડાંની રખેવાળી કરતો હતો.


પણ એણે જે કાય કીધું હતું એનો જવાબ તેઓ દય હક્યાં નય, કેમ કે પવિત્ર આત્માએ સ્તેફનને બુદ્ધિથી બોલવામાં મદદ કરી.


ઈ હાટુ ઈ ભાઈઓ, તમારામાથી હાત માણસ; કે જે પવિત્ર આત્માથી અને બુદ્ધિથી ભરપૂર હોય, એને ગમાડી લ્યો કે, અમે તેઓને ઈ કામ હાટુ ઠરાવી.


સ્તેફન કૃપા અને સામર્થથી ભરપૂર થયને લોકોને મોટા-મોટા અદભુત કામો અને સમત્કાર દેખાડયા કરતો હતો.


તઈ પ્રમુખ યાજકોએ પુછયું કે, “શું આ આરોપ હાસો છે?”


એવી જ રીતે, તમારી વસે કેટલાક લોકો છે જે નિકોલાયત નામનાં માણસના ટોળાનુ શિક્ષણ અનુસરે છે.


જો કે હું તારાથી રાજી પણ છું કેમ કે, તુ ઈ લોકોના કામોને ધિક્કાર છો; જે નિકોલાયત નામનાં એક માણસના શિક્ષણનું અનુસરણ કરે છે, એવી જ રીતે જેમ હું એના કામોને ધિક્કારૂ છું


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ