Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 6:3 - કોલી નવો કરાર

3 ઈ હાટુ ઈ ભાઈઓ, તમારામાથી હાત માણસ; કે જે પવિત્ર આત્માથી અને બુદ્ધિથી ભરપૂર હોય, એને ગમાડી લ્યો કે, અમે તેઓને ઈ કામ હાટુ ઠરાવી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 6:3
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તમે ગુરુજી નો કેવડાવો; કેમ કે એક જ તમારો ગુરુ છે, અને તમે બધાય ભાઈઓ અને બહેનો છો.


એથી ઈ વાત ભાઈઓ અને બેનોમાં ફેલાય ગય કે, ઈ બીજો ચેલો નય મરે, તો પણ ઈસુએ એના વિષે આ કીધું કે ઈ નય મરે, પણ એમ કીધુ હતું કે, જો મારી ઈચ્છા હોય કે, “મારા પાછા આવવા લગી આ જીવતો રય, તો એનાથી તારે શું કામ?”


એક દિવસ એકસો વીસ વિશ્વાસી લોકો ભેગા થયા, તઈ પિતર એની વસમાં ઉભો રયને કેવા મંડયો.


ઈ હાટુ ઈ જરૂરી છે કે એક માણસને ચેલા તરીકે ગમાંડવામા આવે, જે પરભુ ઈસુના બધાય કામમા બધાય વખતની સાક્ષી છે.


તેઓએ કીધું કે, “હો સિપાયના અધિકારી કર્નેલ્યસે અમને મોકલ્યા છે જે ન્યાયી અને પરમેશ્વરની બીક રાખનારો અને બધીય યહુદી જાતિ એને બોવ માન આપે છે, એને એક પવિત્ર સ્વર્ગદુતથી આજ્ઞા મળી છે કે, તને પોતાના ઘરે બોલાવીને પરમેશ્વરનું વચન હાંભળે.”


અને તેઓએ એને ઈ પત્ર લયને મોકલીયા કે, “ગમાડેલા ચેલાઓ અને વડવા તરફથી અંત્યોખ શહેર, સિરિયા અને કિલીકિયા પરદેશમા રેનારા બિનયહુદી વિશ્વાસી ભાઈઓને સલામ.


લુસ્ત્રા અને ઈકોનીયા શહેરના વિશ્વાસી લોકોમા એની આબરૂ હતી.


તઈ ઈ બધાય પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને જે વરદાન પવિત્ર આત્માએ દીધા, એની પરમાણે અલગ અલગ ભાષામાં બોલવા મંડયા.


તઈ ન્યા અનાન્યા નામનો ચેલો હતો ઈ મુસાના નિયમ પરમાણે હાલનારો માણસ હતો, જે ન્યા રેનારા બધાય યહુદી લોકોમા આબરૂવાળો હતો.


ન્યા અમને થોડાક વિશ્વાસી ભાઈ બહેનો મળ્યા, એણે અમને એક અઠવાડીયું એની હારે રેવા હાટુ કીધુ. આ રીતે એની હારે રયા પછી, અમે જમીનના મારગેથી રોમ શહેરની બાજુ હાલ્યા ગયા.


તઈ ઈ ગમાડેલા બાર ચેલાઓએ યરુશાલેમ શહેરના બીજા વિશ્વાસી લોકોને પાહે બોલાવીને કીધું કે, “આપડે પરમેશ્વરનાં વચનનો પરચાર મુકીને પીરસવાની સેવા કરાવી હારું નથી.


આ વાતુ આખી મંડળીને હારી લાગી, અને એમાંથી સ્તેફન નામનો એક માણસ; જે વિશ્વાસ અને પવિત્ર આત્માથી ભરપૂર હતો, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમીનાસ અને અંત્યોખ શહેરના નિકોલસને જેણે યહુદી ધરમ અપનાવી લીધો હતો, તેઓએ આ લોકોને ગમાંડ્યા.


અને એને બાર ગમાડેલા ચેલાઓની હામે લીયાવ્યા, અને તેઓએ પ્રાર્થના કરીને ઈ કામ કરવા હાટુ ઠરાવા.


પણ વિશ્વાસી ભાઈઓને ઈ વાતની ખબર પડી તો તેઓ શાઉલને કાઈસારિયા શહેરમાં લય ગયા, અને ન્યાંથી પછી એના શહેર તાર્સસમાં મોકલી દીધો.


એક વિશ્વાસીને પરમેશ્વરની આત્માથી જ્ઞાનની વાત અપાય છે; તો કોય બીજાને જ્ઞાનનો સંદેશો અપાય છે.


પછી, જઈ હું ન્યા પુગું તો હું ઈ લોકોને મોક્લય, જેને તમે વિશ્વાસી માણસોની જેમ ગમાડયા હતા કે, તેઓ દાન યરુશાલેમ શહેરમાં લયને જાય. હું એની હારે એક પત્ર પણ મોકલી દેય કે ન્યાના વિશ્વાસીઓથી એની ઓળખાણ કરાવી હકુ.


અને દારૂ પીયને સાગઠા નો થાવ, કેમ કે, ઈ લોકોને અસભ્ય અને કાબુ વગરનો વ્યવહાર કરવાનું કારણ બને છે. એના બદલે તમે આત્માથી ભરપૂર થાવ.


અને બીજા લોકોએ આ વાતની ખરાય કરાવી જોયી કે, એણે સદાય હારા કામો કરયા છે, દાખલા તરીકે એણે પોતાના બાળકોનું પાલન-પોષણ હારી રીતે કરયુ, એણે યાત્રા કરનારા વિશ્વાસીઓને પોતાના ઘરે આવકાર કરયો, એણે બીજા વિશ્વાસીઓની સેવા એક દાસીની જેમ કરી, અને એણે એવા લોકોની મદદ કરી જે મુશ્કેલીઓમાંથી પસાર થાતા હતાં. એણે દરેક રીતનાં હારા કામો કરવા હાટુ પોતાને હોપી દીધી હોય.


કેમ કે, દરેક હારું વરદાન અને દરેક હારું દાન આપડા પરમેશ્વર બાપની તરફથી જ છે, જેણે આકાશમાં બધાય અંજવાળા બનાવ્યા. પરમેશ્વર સદાય એક સમાન છે, અને ઈ છાયાની જેમ બદલાતા નથી.


મંડળીમાં દરેક માણસ કેય છે કે, દેમેત્રીયસ એક હારો માણસ છે કેમ કે, ઈ હાસી રીતે જીવે છે, અને અમે પણ કેયી છયી કે, ઈ હારો માણસ છે અને તુ જાણશો કે, અમારી સાક્ષી હાસી છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ