પણ હું તમને કવ છું કે, જે કોય પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરે છે, તો પરમેશ્વર એનો ન્યાય કરશે, અને જે પોતાના ભાઈને “નકામો” કેહે, તો એને મોટી સભામાં અન્યાયી ઠરાવમાં આયશે, અને જે એને કેહે કે, “તું મુરખ છો,” તો એને નરકની આગમાં નાખી દેવામાં આયશે.
પણ આપડે બધાય એક આભલાની જેમ પરમેશ્વરની મહિમાને આવા મોઢાથી દેખાડો કરી છયી જેની ઉપર પડદો નથી પડયો, તો પરમેશ્વર આપણને ધીરે-ધીરે પરભુના તેજ સ્વરૂપમાં બદલી રયા છે અને ઈ પરભુ એટલે કે પવિત્ર આત્માના કામો છે.