13 ન્યાંથી એમણે ખોટી સાક્ષી હાજર કરી, અને એણે સ્તેફન ઉપર ખોટા ગુના લગાડયા, અને એણે કીધું કે આ માણસ આ પવિત્ર મંદિર અને નિયમની નિંદા કરી સદાય ભુંડુ બોલે છે.
“હે ઈઝરાયલ દેશના લોકો, મદદ કરો, આ ઈજ માણસ છે, જે લોકોને, નિયમને, અને આ જગ્યાની વિરોધ બધાય લોકોને શીખવાડે છે, ન્યા લગી કે બિનયહુદી લોકોને પણ મંદિરમાં લયને એણે પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.”
અને યરુશાલેમ શહેરની બારે નીકળીને એના ઉપર પાણા મારવા મંડયા. આ વખતે જેણે સ્તેફનની હામે ગુનો લગાડયો હતો, એને પોતાના ઝભ્ભાને શાઉલ નામના એક જુવાનની પાહે કાઢીને રાખ્યો હતો.