Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 6:11 - કોલી નવો કરાર

11 તઈ તઓએ થોડાક લોકોને સ્તેફનના વિષે ખોટુ બોલવા હાટુ સડાવયા કે, “અમે એને મુસા અને શાસ્ત્ર અને પરમેશ્વરની નિંદા કરતો હાંભળ્યો છે,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 6:11
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે યહુદીઓનુ નિયમશાસ્ત્ર મુસા દ્વારા દેવામાં આવ્યું, અને પરમેશ્વરે ઈસુ મસીહ દ્વારા કૃપા અને હાસાય દેખાડી.


તેઓ આ ઈ હાટુ કરશે કેમ કે, તેઓએ બાપને ઓળખો નય અને મને ઓળખો નય.


આપડે જાણી છયી કે, પરમેશ્વરે મુસાની હારે વાત કરી હતી, પણ ઈ માણસને નથી જાણતો કે, ઈ ક્યાંથી આવ્યો છે.”


કેમ કે, જુના વખતથી શહેરે શહેરમાં ઈ મુસાના નિયમનો પરચાર કરનારા બન્યા છે, અને પેલા બતાવેલી સ્યાર વાતોને દરેક એક વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં વાસવામાં આવે છે.


પણ જઈ યહુદી લોકો પાઉલનો વિરોધ અને એની નિન્દા કરવા લાગ્યા, તો એણે પોતાના લુગડા ધૂડમાં જાટકીને એને કીધું કે, “પરમેશ્વરનાં સંદેશાને ગ્રહણ નો કરવાને લીધે તમે પોતે જ ઈ દંડને હાટુ જવાબદાર છો, જે તમને પરમેશ્વર તરફથી મળશે, પણ હું તો હત્યા કરનારો અપરાધી છું અને હવે હું જયને બિનયહુદી લોકોની વચમાં પરમેશ્વરનાં સંદેશનો પરસાર કરય.”


“હે ઈઝરાયલ દેશના લોકો, મદદ કરો, આ ઈજ માણસ છે, જે લોકોને, નિયમને, અને આ જગ્યાની વિરોધ બધાય લોકોને શીખવાડે છે, ન્યા લગી કે બિનયહુદી લોકોને પણ મંદિરમાં લયને એણે પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.”


તેઓએ પાઉલને યરુશાલેમ શહેરમાં મગાવવા હાટુ ફેસ્તસ રાજ્યપાલને વિનવણી કરી. કેમ કે તેઓ ઈ જ મારગમાં મારી નાખવાનું કાવતરું કરી રયા હતા.


જઈ પાઉલને લીયાવવામાં આવ્યો, તો જે યહુદી લોકોના આગેવાનો યરુશાલેમ શહેરમાં આવ્યા હતાં, તેઓએ એની આજુ-બાજુ ઉભા થયને બોવ જ આરોપ લગાડા. જેનો પુરાવો ઈ નથી દય હક્તા.


ઘણીય વાર મે તેઓને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં સજા કરાવી અને એણે મસીહની નિંદા કરવાની કોશિશ કરી. હું એની ઉપર એટલો બધો ગુસ્સે હતો કે, હું તેઓની સતાવણી કરવા હાટુ બીજા શહેરોમાં હોતન ગયો.


પણ એણે જે કાય કીધું હતું એનો જવાબ તેઓ દય હક્યાં નય, કેમ કે પવિત્ર આત્માએ સ્તેફનને બુદ્ધિથી બોલવામાં મદદ કરી.


તેઓએ સ્તેફનના વિરોધમાં લોકોને વડીલો અને યહુદી નિયમના શિક્ષકોને સડાવ્યા, અને એણે આવીને સ્તેફનને પકડી લીધો અને મોટી સભાની હામે લય ગયા.


ન્યાંથી એમણે ખોટી સાક્ષી હાજર કરી, અને એણે સ્તેફન ઉપર ખોટા ગુના લગાડયા, અને એણે કીધું કે આ માણસ આ પવિત્ર મંદિર અને નિયમની નિંદા કરી સદાય ભુંડુ બોલે છે.


અને અમારી નિંદા કરનારા કેટલાક લોકો અમારી વિષે કેય છે કે, તેઓનું બોલવું એવું છે કે, હારું થાય ઈ હાટુ આપડે દૃષ્ટતા કરતાં રેયી, આવું હુકામ નો કરી? તેઓને થયેલી સજા લાયક છે.


હું પેલા નિંદા કરનારો અને વિશ્વાસી લોકોને સતાવનારો અને તેઓનું નુકશાન કરનારો હતો, તો પણ મારી ઉપર પરમેશ્વરની દયા થય કેમ કે, મે આ બધુય હંમજા વગર, અને જઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ નો કરતો હતો તઈ ઈ બધાય કામો કરતો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ