પણ તેઓમાના કેટલાક વિશ્વાસી માણસો જેઓ સાયપ્રસ ટાપુ અને કુરેન ગામના રેવાસી હતા, જઈ તેઓ અંત્યોખ શહેરમાં પુગ્યા તઈ ગ્રીક ભાષા બોલનારા બિનયહુદી લોકોને હોતન પરભુ ઈસુના હારા હમાસાર હંભળાવ્યા.
અને જઈ ઈ શાઉલને મળો તો એને અંત્યોખ શહેરમાં લાવ્યો, અને આ થયુ કે તેઓ એક વરહ હુધી મંડળીના લોકોની હારે મળતા રયા, અને ઘણાય લોકોને પરભુ ઈસુના વિષે સંદેશો આપતા રયા, અને ઈસુ મસીહના ચેલાઓ બધાયની પેલા અંત્યોખ શહેરમાં જ મસીહ કેવાણા.
અને પરમેશ્વરે જે આપણને આપ્યુ છે, એના વિષે આપડે કચ કચ કરવી જોયી નય; જેવી રીતે આપડા વડવાઓમાંથી કેટલાકે કરી અને એક દુત જેને પરમેશ્વરે મોકલ્યો, એણે તેઓને મારી નાખ્યા.
પરમેશ્વર આપડા બાપની પાહે શુદ્ધ અને નિર્મળ ભગતી આ છે કે, અનાથો અને રંડાયેલીની મુશ્કેલીમાં એની હારે રેય છે, અને પોતાની જાતને આ જગતના ખરાબ વેવારને આધીન નો થાવા દયો.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક બીજાઓ ઉપર આરોપ નો લગાડવો જેથી તમારી ઉપર પણ આરોપ નો લગાડવામાં આવે. અને ન્યાય કરનારો બોવ પાહે છે જોવો આવવાને તૈયાર છે.