તો હવે તમે કેમ પરમેશ્વરની પરીક્ષા કરો છો, અને કેમ બિનયહુદી વિશ્વાસી લોકો ઉપર આપડો યહુદી નિયમ અને રીત રીવાજનું પાલન કરવાનું ભાર નાખો છો. જેને આપડા બાપ-દાદા અને આપડે માની હક્તા નથી?
આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કાય કેય છે તેઓને જ કેય છે, જે શાસ્ત્રને આધીન છે ઈ હાટુ જેથી લોકોને બાના બનાવાથી રોકી હકે અને જગતના બધાય લોકો પરમેશ્વરની હામે ગુનાના જવાબદાર છે.