40 તઈ મોટી સભાના લોકોએ ગમલીએનની વાતોને માની લીધી, અને ગમાડેલા ચેલાઓને બોલાવીને માર ખવડાવી, અને એની ઉપર હુકમ કરયો કે, તેઓ હવેથી ઈસુના નામે કોયને પણ કાય નય કેય, અને તેઓને છોડી મુકા.
અને બિનયહુદીઓના હાથમાં હોપશે. તેઓ મારી ઠેકડી ઉડાડશે અને મારી માથે થુંકશે, અને મને કોરડા મારીને વધસ્થંભે સડાયશે, અને મને મારી નાખશે, અને હું ત્રીજે દિવસે મોતમાંથી પાછો જીવતો ઉઠય.”
ઈ હાટુ જો આગમભાખીયાઓને, જ્ઞાનીઓને, અને યહુદી નિયમના શિક્ષકોને તમારી પાહે મોકલું છું, તો તમે તેઓમાના કેટલાકને મારી નાખશો અને કેટલાકને વધસ્થંભે સડાવી દેહો, અને એમાંથી થોડાકને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં કોરડા મારશો, ગામે ગામ એની વાહે જાહો.