35 તઈ એને મોટી સભાના લોકોને કીધું કે, “હે ઈઝરાયલ દેશના લોકો, જે કાય આ માણસોની હારે કરવા માગો છો, ઈ જોય વિસારીને કરજો.
જઈ પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો, તઈ એની બાયડીએ એને કાક મોકલાવ્યું કે, ઈ નિરદોષને કાય પણ કરતો નય કેમ કે, આજે મેં સપનામાં એની લીધે ઘણુંય દુખ ઉઠાવું છે.
જઈ કે ઈ વાતોના વિરોધમાં કોય બોલી નો હકતા, તો આજ ઠીક રેહે કે તમે શાંતિ રાખો, અને કાય જાણયા હમજ્યાં વગર કાય નો કરો.
હો સિપાયના અધિકારીએ આ હાંભળીને સિપાય દળના સરદારને પાહે જયને કીધું કે, “તુ આ શું કરે છે? આ તો રોમી માણસ છે.”
પણ ગમાલીએલ નામે એક ફરોશી ટોળાના લોકોનો, જે યહુદી નિયમનો શિક્ષક હતો, અને બધાય લોકોમા માન પામેલો હતો, ઈ મોટી સભામાંથી ઉભો થયને ગમાડેલા ચેલાઓની થોડીકવાર પુરતા બારે લય જાવાનો હુકમ દીધો.
કેમ કે, થોડાક દિવસ પેલા થ્યુદા નામનો માણસ આવ્યો, અને આવું કેતોતો કે, હું મોટો માણસ છું, ઈ હાટુ સ્યારસો માણસો ટોળામાં ગયા, પણ એને મારી નાખવામાં આવ્યા, અને જેટલા લોકો એને માનતા હતાં, ઈ બધાય વેર વિખેર થયને ભાગી ગયા.