34 પણ ગમાલીએલ નામે એક ફરોશી ટોળાના લોકોનો, જે યહુદી નિયમનો શિક્ષક હતો, અને બધાય લોકોમા માન પામેલો હતો, ઈ મોટી સભામાંથી ઉભો થયને ગમાડેલા ચેલાઓની થોડીકવાર પુરતા બારે લય જાવાનો હુકમ દીધો.
એક દિવસ એવુ થયુ કે, ઈ પરચાર કરતો હતો, તઈ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકો અને શીખવાડનારા શાસ્ત્રીઓ ન્યા બેઠા હતાં, જે ગાલીલ અને યહુદીયા પરદેશના દરેક ગામડામાંથી અને યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, અને માંદાઓને હાજા કરવા હાટુ પરમેશ્વરનું સામર્થ્ય ઈસુની હારે હતું.
હું તો યહુદી છું, મારો જનમ કિલીકિયા પરદેશના, તાર્સસ શહેરમાં થયો, પણ આ નગરમાં ગમાલીએલની પાહે બેહાડીને ભણાવવામાં આવ્યો, અને બાપ દાદાના નિયમોને હારી રીતે શિખવાડવામાં આવ્યા, અને પરમેશ્વર હાટુ એવું મન લગાડુ હતુ, જેવા કે તમે આજે છો.