ઈ વખતે જે લોકો મારી ઉપર વિશ્વાસ નથી કરતાં ઈ એના ભાઈઓને પકડાયશે, જે મારી ઉપર વિશ્વાસ કરે છે એને મારી નાખશે, માં-બાપ પોતાનાં દીકરાની હારે પણ એવું જ કરશે. બાળકો માં બાપની હામે ઉઠીને તેઓને મરવી નાખશે.
ચેલો પોતાના ગુરુ જેવો અને ચાકર પોતાના માલિક જેવો બની જાય એટલું ઘણુંય છે; જો ઘરધણીને તેઓ બાલઝબુલ શેતાન કીધો છે, તો એના ઘરનાં લોકોને એનાથી કેટલું વધારે તેઓ એમ જ કેહે!
તઈ જે લોકો તમારો વિરોધ કરે છે; તેઓ તમને દુખ આપવા હાટુ પકડાયશે અને તમને મારી નાખશે કેમ કે, તમે મારા ઉપર વિશ્વાસ કરો છો, એની લીધે બધીય જાતિના લોકો તમારી ઉપર વેર રાખશે.
જે વાત મે તમને કીધી છે, એને યાદ રાખો કે ચાકર પોતાના માલિક કરતાં મોટો હોતો નથી, જો તેઓએ મને સતાવ્યો, તો ઈ તમને પણ સતાયશે. જો એણે મારૂ શિક્ષણ માન્યું છે, તો તમારું પણ માનશે.
તેઓ તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકશે, પણ ખરેખર ઈ વખત આવી રયો છે કે, જો કોય તમને મારી નાખશે, તો ઈ પોતે એમ વિસાર કરશે કે, આવું કરવાથી હું પરમેશ્વરની સેવા કરી રયો છું