3 તઈ પિતરે કીધું કે, હે અનાન્યા જો શેતાને તારા મનમા પવિત્ર આત્માથી ખોટુ બોલવાનો વિસાર નાખ્યો છે અને ઈ વેસેલી જમીનના રૂપીયામાંથી થોડાક રૂપીયા તે તારી હાટુ રાખી લીધા.
જઈ પરમેશ્વરનું વચન કોય હાંભળે છે, અને નથી હમજતો તઈ શેતાન આવીને એના મનમાં જે વાવેલું છે, ઈ હોતન ભુલાવી દેય છે. મારગની કોરે જે બી વાવેલું છે ઈ જ ઈ છે.
પછી શેતાન યહુદાની અંદર ઘરયો, જે ઈશ્કારિયોત કેવાતો હતો, જે બાર ચેલાઓમાંથી એક હતો.
જઈ ઈસુ અને એના ચેલાઓ રાતે વાળુ કરતાં હતાં, તઈ શેતાને પેલા જ ઈસુને દગાથી પકડાવવા હાટુ સિમોનના દીકરા યહુદા ઈશ્કારિયોતના મનમા ઈ વિસાર નાખી દીધો હતો.
અને જેવું યહુદા ઈશ્કારિયોતને રોટલીનો કોળીયો ખાધો, તરત શેતાન એનામા ઘરી એણે કાબુમાં કરયો, તઈ ઈસુએ એને કીધું કે, “જે તુ કરવણો છો, ઈ ઘાયેઘા કરય.”
આ રૂપીયામાંથી થોડાક રૂપીયા અનાન્યાએ પોતાની હાટુ રાખ્યા અને બાકીના રૂપીયા લયને એને ગમાડેલા ચેલાઓને દય દીધા. આ વાત એની બાયડી હોતન હારી રીતે જાણતી હતી
શું તે જે જમીન વેસી એની પેલા ઈ તારી નોતી? અને જઈ વેસાય ગય તઈ એના રૂપીયા તારી પાહે નોતા? તારા મનમા આવો ખરાબ વિસાર કેમ આવ્યો? શું તુ અમારી હારે નથી? તુ પરમેશ્વરની હામે ખોટુ બોલે છે.
તઈ પિતરે એને કીધું કે, “આ શું વાત છે? તમે બેય પરભુના આત્માની પરીક્ષા હાટુ સહમત થય ગયા છો? જો, તારા ધણીને ડાટવાવાળા કમાડ પાહે ઉભા છે, અને તને પણ બારે લય જાહે.”
ઈ હાટુ કે, પરમેશ્વરની આધીન થય જાવ, અને શેતાન તમારાથી કામો કરાવવા માગે છે, એને ના પાડી દયો, તો ઈ તમારી પાહેથી ભાગીને નીકળી જાહે.
જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.