25 એટલામાં એક માણસે એને આવીને કીધું કે, “હાંભળો, જે માણસોને તમે જેલખાનામાં બંધ કરયા છે, ઈ તો મંદિરમાં ઉભા રયેલા લોકોને બોધ આપી રયા છે.”
તેઓને અને બિનયહુદીઓની હારે સાક્ષીને અરથે મારે લીધે, તમને રાજ્યપાલ હારે રાજાઓની આગળ તેઓની હારે અને બીજી જાતિઓ હાટુ સાક્ષી થાવા હાટુ હોપવામાં આયશે.
પણ એનામાંથી કેટલાક લોકોએ ફરોશી ટોળાના લોકોની પાહે જયને બતાવ્યું કે ઈસુએ ન્યા શું કરયુ છે?
એક દિવસ પિતર અને યોહાન બપોરના લગભગ ત્રણ વાગા હતા; જે એનો પ્રાર્થનાનો વખત હતો ઈ હાટુ મંદિરમાં જાતા હતા.
જઈ અમે મંદિરના મુખ્ય યાજકોને આ વાત હંભળાવી; તો ઈ સીંતામાં પડી ગયા કે, હવે શું થાહે.
તઈ સોકીદારોના અધિકારી સોકીદારની હારે મંદિરમાં ગયા, અને એને પાસા સભાની અંદર લીયાવ્યા, પણ બળજબરીનો કરી, કેમ કે ઈ બીતા હતાં કે, ક્યાક લોકો એને પાણા મારીને મારી નો નાખે.