તઈ મુખ્ય યાજકો વડીલો અને યહુદી મંદિરના સરદારોને જેઓ એને પકડવા આવ્યા હતાં, તેઓને ઈસુએ કીધું કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો?
તઈ એણે પિતર અને યોહાનને ધમકાવીને છોડી મુક્યા. કેમ કે લોકોના કારણે એને દંડ દેવાનો મોકો નો મળ્યો, ઈ હાટુ કે ઈ ઘટના બની હતી ઈ હાટુ બધાય લોકો પરમેશ્વરનાં વખાણ કરતાં હતા.
તઈ સોકીદારોના અધિકારી સોકીદારની હારે મંદિરમાં ગયા, અને એને પાસા સભાની અંદર લીયાવ્યા, પણ બળજબરીનો કરી, કેમ કે ઈ બીતા હતાં કે, ક્યાક લોકો એને પાણા મારીને મારી નો નાખે.