22 તઈ મંદિરના સોકીદાર જેલખાનામાં ગયા, પણ ન્યા એને ગમાડેલા ચેલાઓ નો મળ્યા. એણે પાછુ સભામાં આવીને કીધું કે,
પિતર છેટો રયને ઈસુની વાહે વાહે પ્રમુખ યાજકના ઘરના આંગણામાં આવ્યો, અને અંદર જયને શું થાહે? ઈ જોવા હાટુ સોકીદારોની પાહે બેહી ગયો.
હવારમાં જેલખાનાના સિપાયોમા ધોડા-ધોડ થય ગય કે, પિતર ક્યા ગયો?
“અમે જેલખાનું બોવ જ સાવધાનીથી બંધ કરયું હતુ; અને સોકીદારોને બારે દરવાજા ઉપર ઉભા જોયા, પણ જઈ અમે બાયણું ખોલ્યું તો અંદર કોય નોતુ.”
તઈ સોકીદારોના અધિકારી સોકીદારની હારે મંદિરમાં ગયા, અને એને પાસા સભાની અંદર લીયાવ્યા, પણ બળજબરીનો કરી, કેમ કે ઈ બીતા હતાં કે, ક્યાક લોકો એને પાણા મારીને મારી નો નાખે.