તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
એક દિવસ એવુ થયુ કે, ઈ પરચાર કરતો હતો, તઈ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકો અને શીખવાડનારા શાસ્ત્રીઓ ન્યા બેઠા હતાં, જે ગાલીલ અને યહુદીયા પરદેશના દરેક ગામડામાંથી અને યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, અને માંદાઓને હાજા કરવા હાટુ પરમેશ્વરનું સામર્થ્ય ઈસુની હારે હતું.
પ્રેરીતોના કામોના પરિણામે લોકો માંદાઓને મારગ ઉપર લયને, ખાટલા અને પથારીમાં હુવડાવી દેતા હતાં, જઈ પિતર આવે, તઈ એનો પડછાયો જ એનામાંથી કોયની ઉપર પડી જાય તો ઈ હાજો થય જાતો હતો.
ઈ હાટુ કે, તમે અંદરો અંદર એક-બીજાની હામે પોતપોતાના પાપોને કબુલ કરો, અને એક-બીજા હાટુ પ્રાર્થના કરો, જેનાથી તમે હાજા થય જાવ. ન્યાયી માણસની પ્રાર્થનાની અસર બોવ વધારે થાય છે.