તો પણ યહુદી લોકોના આગેવાનોમાંથી બોવ ઈસુ ઉપર વિશ્વાસ કરયો, પણ ફરોશી ટોળાના લોકોના કારણે જાહેરમાં નોતા માનતા, આ બીકથી કે ક્યાક ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી નો નાખે.
એનામાં બાપે ઈ હાટુ કીધું કે, તેઓ યહુદી લોકોના આગેવાનોથી બીતા હતાં કેમ કે, તેઓએ નક્કી કરી લીધું તુ કે, જો કોય વિશ્વાસ કરી લેય કે, ઈસુ મસીહ છે, તો એને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી મુકવામાં આવે.
તઈ એણે પિતર અને યોહાનને ધમકાવીને છોડી મુક્યા. કેમ કે લોકોના કારણે એને દંડ દેવાનો મોકો નો મળ્યો, ઈ હાટુ કે ઈ ઘટના બની હતી ઈ હાટુ બધાય લોકો પરમેશ્વરનાં વખાણ કરતાં હતા.
તઈ સોકીદારોના અધિકારી સોકીદારની હારે મંદિરમાં ગયા, અને એને પાસા સભાની અંદર લીયાવ્યા, પણ બળજબરીનો કરી, કેમ કે ઈ બીતા હતાં કે, ક્યાક લોકો એને પાણા મારીને મારી નો નાખે.
અને આપડે હદથી બારે બીજાના દુખો ઉપર અભિમાન નથી કરતાં, પણ આપડે આશા છે કે, જેમ-જેમ તમારો વિશ્વાસ વધતો જાહે ન્યા-ન્યા આપડે પોતાની હદ પરમાણે તમારી વસે વધારે હારા કામો કરવા પામશું.