હવારના પોરમાં બોવ જલ્દી મુખ્ય યાજકો, વડીલો, અને યહુદી નિયમના શિક્ષકો પણ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના બધાય સભ્યોએ તેઓ એક હારે મળ્યા અને પિલાતની હામે ઈસુ ઉપર આરોપ લગાડવાનું કાવતરૂ કરયુ, યહુદીયા જિલ્લાના રોમી રાજ્યપાલ, પિલાતના ઘરે લય ગયો.
એક દિવસે એવુ બનું કે, જઈ ઈ મંદિરમાં લોકોને શિક્ષણ આપતો હતો અને હારા હમાસાર હંભળાવી રયો હતો, તઈ મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો, અને યહુદી વડીલો એની પાહે ઉભા રયા.
પણ ગમાલીએલ નામે એક ફરોશી ટોળાના લોકોનો, જે યહુદી નિયમનો શિક્ષક હતો, અને બધાય લોકોમા માન પામેલો હતો, ઈ મોટી સભામાંથી ઉભો થયને ગમાડેલા ચેલાઓની થોડીકવાર પુરતા બારે લય જાવાનો હુકમ દીધો.