4 પણ બોધ હાંભળનારા માંથી ઘણાયે ઈસુ ઉપર વિશ્વાસ કરયો અને વિશ્વાસ કરનારાની સખ્યામાં લગભગ પાચ હજાર પુરુષો હતા.
હું તમને હાસે હાસુ કવ છું કે જ્યાં હુંધી કોય ઘઉંનો દાણો જમીન ઉપર પડીને ઈ મરી નથી જાતો, ન્યા હુંધી ઈ એકલો રેય છે, જઈ ઈ મરી જાય છે તઈ બોવ ફળ આપે છે.
જે કાય પિતરે કીધું, એના ઉપર જેણે વિશ્વાસ કરયો તેઓએ જળદીક્ષા લીધી, ઈ જ દિવસે વિશ્વાસી ટોળામાં લગભગ ત્રણ હજાર માણસો જોડાય ગયા.
તેઓ પરમેશ્વરની સ્તુતિ કરતાં હતાં અને દરોજ બોવ જાજા લોકો ઈસુ ઉપર વિશ્વાસ કરતાં હતાં અને પાછુ વિશ્વાસીઓના જૂથનો ભાગ બની રયાં હતાં.
તઈ થોડાકે ઈ વાતોને જે પાઉલે કીધી હતી, વિશ્વાસ કરયો, પણ થોડાક લોકોએ વિશ્વાસ કરયો નય.