તઈ મુખ્ય યાજકો વડીલો અને યહુદી મંદિરના સરદારોને જેઓ એને પકડવા આવ્યા હતાં, તેઓને ઈસુએ કીધું કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો?
ઈ પ્રમુખ યાજકની પાહે ગયો, અને દમસ્કસ શહેરની યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના નામ ઉપર આ અધિકારની છીઠ્ઠીઓ માગી કે, જો એને ઈ મારગનો કોય માણસ કે બાઈ, જે કોય મસીહની વાહે હાલનારો મળે, તો એને બાંધીને યરુશાલેમ શહેરમાં લીયાવવો.