27 હા, હેરોદ રાજા અને પોંતિયસ પિલાત હોતન આ નગરમાં બિનયહુદીઓ અને ઈઝરાયલ દેશની હારે ભળીને તારા પવિત્ર ચાકર ઈસુની વિરુધમાં, જેને તે મસીહ રુપે અભિષેક કરયો હતો, હકીકતમાં ભેગા થય ગયા હતા.
ઓ યરુશાલેમ શહેરના લોકો, તમે યરુશાલેમ શહેરનાં આગમભાખીયાઓને મારી નાખો છો, જેને તમારી પાહે મોકલ્યા હતા, એને તમે પાણાઓ મારીને મારી નાખ્યા, જેમ કૂકડી પોતાના બસ્સાને પોતાની પાહે બસાવ કરવા ભેગા કરે છે, એમ તમારા છોકરાવનો બસાવ કરવા ભેગા કરવાનું મે કેટલીવાર ઈચ્છ્યું, પણ તમે તો ઈચ્છ્યું નય.
“જુઓ, આપડે યરુશાલેમ શહેરમાં જાયી છયી, અને હું, માણસનો દીકરો મુખ્ય યાજકોના અને યહુદી નિયમના શિક્ષકોના હાથમાં પકડાવી દેવામાં આયશે, અને તેઓ મને મોતની લાયક ઠરાયશે, અને બિનયહુદીઓના હાથમાં હોપશે.
સ્વર્ગદુતે એણે જવાબ આપ્યો કે, “પવિત્ર આત્મા તારા ઉપર આયશે, અને પરાત્પરનું પરાક્રમ તારી ઉપર છાયો કરશે, એટલે જે બાળક તારાથી જનમશે, ઈ પવિત્ર છે, અને ઈ પરમેશ્વરનો દીકરો કેવાહે.
“પરભુનો આત્મા મારા ઉપર છે, કેમ કે, ગરીબો આગળ હારા હમાસાર પરગટ કરવા હારું એણે મારો અભિષેક કરયો છે, અને બન્દીવાનોને છુટકરો અને આંધળાઓને આખું આપવાનું જાહેર કરવા, દુખી લોકોને છોડાવવા,
અને ઈસુએ તેઓને કીધું કે, “હું માણસનો દીકરો બોવ દુખ ભોગવું અને આ હોતન જરૂરી છે, વડીલો અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો મને નકામો જાણીને મારી નાખે અને હું ત્રીજા દિવસે પાછો જીવતો ઉઠી જાવ.”
પછી યહુદી લોકો ઈસુને કાયાફાનાં મકાનમાંથી રોમન હાકેમના દરબારની અંદર લય ગયા, ઈ વેલી હવારનો વખત હતો, યહુદી લોકો દરબારની અંદર જય હક્યાં નય. તેઓ પોતાની જાતને અશુદ્ધ કરવા ઈચ્છતા નોતા. કેમ કે, તેઓ પાસ્ખા તેવારનું ભોજન ખાવા ઈચ્છતા હતાં.
પરમેશ્વરે કેવી રીતે નાઝરેથ ગામના ઈસુને પવિત્ર આત્મા અને સામર્થથી અભિષેક કરયો, ઈ ભલાય કરતો અને શેતાનથી સંતાવેલા લોકોને હાજા કરતો ફરતો કેમ કે, પરમેશ્વર એની હારે હતો.