24 જઈ એણે આ વાત હાંભળી તઈ એણે; એક હારે જોરથી રાડ નાખીને પરમેશ્વરને પ્રાર્થનામાં કીધું, “હે પરભુ, તુ ઈ જ છો જે આભ, જગત, દરિયો અને જે કાય એમાનુ છે ઈ બધુય બનાવ્યું છે.
“હે લોકો તમે શું કરો છો? અમે તો તમારી હામે સુખ દુખ ભોગવનારા માણસો છયી, અને તમને હારા હમાસાર હંભળાવી છયી કે, તમે આ ખરાબ વસ્તુઓથી અલગ થયને જીવતા પરમેશ્વરની પાહે આવો, જેણે આભ, ધરતી, દરિયો, અને જે કાય એમાનું છે ઈ બધુય બનાવ્યું.