અને લોકો જનમથી એક લંગડા માણસને લય જાતા હતાં, જેને ઈ દરોજ મંદિરનો સુંદર નામનો દરવાજો કેવાતો હતો, ન્યાં બેહાડી દેતા હતાં કે ઈ મંદિરમાં જાનારા લોકોની પાહે ભીખ માંગે.
તઈ એણે પિતર અને યોહાનને ધમકાવીને છોડી મુક્યા. કેમ કે લોકોના કારણે એને દંડ દેવાનો મોકો નો મળ્યો, ઈ હાટુ કે ઈ ઘટના બની હતી ઈ હાટુ બધાય લોકો પરમેશ્વરનાં વખાણ કરતાં હતા.