ઈ હાટુ ત્રણ દિવસ હુંધી સિપાયને કબરની દેખરેખ રાખવાની આજ્ઞા આપવામાં આવે, કદાસ એવું નો થાય કે, એના ચેલાઓ આવીને એના મડદાને સોરી જાય, અને માણસો એમ કેય કે, મરેલામાંથી ઈ જીવતો થયો છે, તઈ છેલ્લો દગો પેલા દગા કરતાં મોટો થાહે.
તઈ એણે પિતર અને યોહાનને ધમકાવીને છોડી મુક્યા. કેમ કે લોકોના કારણે એને દંડ દેવાનો મોકો નો મળ્યો, ઈ હાટુ કે ઈ ઘટના બની હતી ઈ હાટુ બધાય લોકો પરમેશ્વરનાં વખાણ કરતાં હતા.
કેમ કે, તમારી ન્યાંથી ખાલી મકદોનિયા અને અખાયા પરદેશોમા પરભુ ઈસુ મસીહના વચનો હંભળાવવામાં નથી આવ્યા, પણ તમારા વિશ્વાસની વિષે જે પરમેશ્વર ઉપર છે, દરેક જગ્યાએ એવી વાત ફેલાય ગય છે કે, અમને તમારા વિશ્વાસના વિષે કાય બતાવવાની જરૂરી નથી.
જઈ લોકોએ ઈસુનું અપમાન કરયુ, તો એણે બદલામાં તેઓનું અપમાન નથી કરયુ. જઈ લોકોએ એને પીડા દીધી, તો એણે બદલામાં ધમકી દીધી નય. એની બદલે એણે નક્કી કરયુ કે, પરમેશ્વર જ સાબીત કરે કે, ઈ નિરદોષ હતો, જે સદાય હાસી રીતે ન્યાય કરે છે.