ઈ વેળાએ ઈસુએ કીધું કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું કેમ કે, જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે.”
જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.
પણ બાર્નાબાસે ગમાડેલા ચેલાઓની પાહે એને લય જયને તેઓને કીધું કે, એણે કેવી રીતે દમસ્કસ શહેરમાં જાતી વખતે રસ્તામાં પરભુ ઈસુને જોયો, અને પરભુએ એની હારે વાતુ કરી, પછી દમસ્કસ શહેરમાં એને કેવી રીતે હિંમંત કરીને ઈસુના વિષે પરસાર કરયો.