Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 4:12 - કોલી નવો કરાર

12 ઈસુને મુકીને બીજાની દ્વારા તારણ નથી, કેમ કે આભ અને જગતમાં બીજુ કોય નામ નથી; જેની દ્વારા આપડે તારણ પામી હકી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 4:12
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

તે દીકરો જણશે અને તું એનુ નામ ઈસુ પાડજે કારણ કે, ઈ એના લોકોને એના પાપોથી બસાયશે.”


અને યરુશાલેમથી લયને બધીય બિનયહુદીઓમાં પસ્તાવાનો, અને પાપોની માફીઓનો પરચાર ખાલી એના નામથી કરવામા આયશે.


ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.


જે કોય દીકરા ઉપર વિશ્વાસ કરે છે એને અનંતકાળનું જીવન છે, પણ જે કોય દીકરાની ઈચ્છા મુજબ નથી હાલતું તેઓ જીવન નય જોહે, પણ પરમેશ્વરનો કોપ તેઓની ઉપર રેહે.


હે મારા ભાઈઓ, ઈબ્રાહિમના વંશજો અને પરમેશ્વરની બીક રાખનારા બિનયહુદીઓ, આપડી પાહે ઈ તારણનો સંદેશ આવ્યો છે.


ઈ વખતે આભ નીસેના બધાય યહુદી લોકો તેવાર મનાવવા હાટુ યરુશાલેમ શહેરમાં રોકાણા હતા.


આ ઘરમાં જે બનાવવામાં આવે છે, ઈસુ મસીહ ઈ ઘરનો પાયાની જેમ છે. ઈ ખાલી એક અને આ ઈ જ ખાલી આધાર છે, આનો અરથ છે ઈસુ મસીહ જ એક ખાલી તરીકો છે જેનાથી લોકો પરમેશ્વરને ઓળખે છે.


પણ તમારો વિશ્વાસ એક પાયાની જેમ મજબુત અને પાકો હોવો જોયી અને આશા ક્યારેય છોડવી નો જોયી જે તમને હારા હમાસારથી મળેલી છે. ઈજ હારા હમાસાર આભની નીસેના બધાય લોકોને બતાવામાં આવ્યા છે, અને હું પાઉલ એનો પરચાર કરવા હાટુ સેવક બન્યો.


ઈ હાટુ સાવધાન રયો, અને બોલનારાનો અવાજ હાંભળવાની ના નો પાડો, કેમ કે ઈઝરાયલનાં લોકોએ જઈ પૃથ્વી ઉપર પરમેશ્વર તરફથી બોલવાવાળાની વાતો નથી માની તઈ તેઓએ સજા મેળવી, ઈ હાટુ જો આપડે સ્વર્ગથી સેતવણી આપનારાની વાતો નય માની તો હાસી રીતે સજા ભોગવશુ.


તો આપડે આ મહાન તારણ વિષે બેદરકાર રેયી તો આપડે બસી હક્તા નથી, ઈ તારણની વાતો પેલા પરમેશ્વરે પોતે કીધી, પછી હાંભળનારાઓએ એની ખાતરી આપણને કરી દીધી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ