“આપડે આ માણસની હારે શું કરી? કેમ કે યરુશાલેમ શહેરમાં રેનારા લોકોને ખબર છે કે, આની દ્વારા એક ખાસ સમત્કાર બતાવવામાં આવ્યો છે, અને આપડે એનો નકાર નો કરી હકી.
તઈ એણે પિતર અને યોહાનને ધમકાવીને છોડી મુક્યા. કેમ કે લોકોના કારણે એને દંડ દેવાનો મોકો નો મળ્યો, ઈ હાટુ કે ઈ ઘટના બની હતી ઈ હાટુ બધાય લોકો પરમેશ્વરનાં વખાણ કરતાં હતા.