7 પિતરે એનો જમણો હાથ પકડીને એને ઉસો કરયો, અને તરત એના પગના ઘુટણમાં જોર આવું.
તઈ ઈસુએ એની પાહે જયને એનો હાથ ઝાલીને એને ઉઠાડી, ઈસુએ એને તાવથી હાજી કરી અને એણે તેઓને ખાવાનું પીરસ્યું.
અને દીકરીનો હાથ ઝાલીને ઈસુએ કીધુ કે, “ટલીથા કુમ” જેનો અરથ થાય છે કે, દીકરી હું તને કવ છું કે ઉઠ.
પણ ઈસુએ એનો હાથપકડીને ઉઠાડયો, અને ઈ હાજો થયને ઉભો થય ગયો.
ઈસુએ એની ઉપર હાથ રાખ્યો કે, તરત જ ઈ સીધી ઉભી થય, અને પરમેશ્વરની સ્તુતિ કરવા લાગી.
તઈ પિતરે કીધુ કે, “સાંદી, હોનુ તો મારી પાહે નથી પણ મારી પાહે જે છે ઈ હું તને આપું છું નાઝરેથના ઈસુ મસીહના નામે હું તને કવ છું હાલ.”
અને ઈ ઠેકડો મારીને ઉભો થય ગયો, અને હાલવા લાગો અને ઉલળતો, કુદતો અને પરમેશ્વરનું ભજન કરતો એની હારે મંદિરમાં ગયો.
“આપડે આ માણસની હારે શું કરી? કેમ કે યરુશાલેમ શહેરમાં રેનારા લોકોને ખબર છે કે, આની દ્વારા એક ખાસ સમત્કાર બતાવવામાં આવ્યો છે, અને આપડે એનો નકાર નો કરી હકી.
“હે લોકોના આગેવાનો અને વડીલો અમે એક લાસાર માણસની ભલાય કરી છે, અને આજે અમે એને પુછપરછ કરી કે ઈ કેવી રીતે હાજો થયો.”
એણે હાથ દઈને એને ઉભી કરી, અને વિશ્વાસી લોકો અને વિધવાઓને બોલાવીને જીવતી અને જાગૃત બતાવી દીધી.