તઈ એણે સ્વર્ગદુતને જોયને બીયને કીધું કે, “સાહેબ શું છે?” સ્વર્ગદૂતે એને કીધું કે, “તારી પ્રાર્થના અને તારું દાન પરમેશ્વરની આગળ યાદગીરી હાટુ પુગ્યું છે.
ઈ હાજો કરાયેલો માણસ પિતર અને યોહાનને પકડતો હતો, એટલામાં નવાય પામેલા લોકો ઈ બધાય સુલેમાનની ઓસરીમાં ભાગી ગયા, જ્યાં ઈ પિતર અને યોહાનને મજબુતીથી પકડેલો હતો.
આ જોયને પિતરે ઈ લોકોને કીધું કે, ઈઝરાયલ દેશના લોકો, તમે આ માણસને જોયને કેમ સોકી ગયા છો, અને અમારી બાજું આવી રીતે એકી નજરે કેમ જોય રયો છો જેમ માની લ્યો કે, અમે અમારા પોતાના અધિકાર કે સામર્થ્યથી આ માણસને હાલવા લાયક બનાવી દીધો.