અને પાઉલે તેઓને ખુલાશો આપીને સાબિત કરયુ કે, મસીહે દુખ સહેવું, અને મરણમાંથી પાછુ જીવતું ઉઠવું જરૂરી હતું. એણે કીધું કે, “આ ઈસુ જેના વિષે તમને કવ છું, ઈ જ મસીહ છે.”
ઈસુને સ્વર્ગમા ઈ વખત લગી રેવું જરૂરી છે, જઈ પરમેશ્વર ઈ બધીય વસ્તુઓને નવી કરી દેય; જે એને બનાવી છે. જેના વિષે પરમેશ્વરે પવિત્ર આગમભાખીયાઓ દ્વારા કીધું છે.
પણ હવે મૂસાના નિયમશાસ્ત્રના બધાય નિયમોનું પાલન કરયા વગર પરમેશ્વર આપણને પોતાની હારે હાસા જાહેર કરે છે. બોવ પેલાથી મૂસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાઓની સોપડીમા ઈ લખ્યું છે કે, કેવી રીતે આપડે પરમેશ્વર દ્વારા ન્યાયી બની ગયા છયી.