21 ઈસુને સ્વર્ગમા ઈ વખત લગી રેવું જરૂરી છે, જઈ પરમેશ્વર ઈ બધીય વસ્તુઓને નવી કરી દેય; જે એને બનાવી છે. જેના વિષે પરમેશ્વરે પવિત્ર આગમભાખીયાઓ દ્વારા કીધું છે.
અને કેવા લાગ્યા કે, હે ગાલીલ પરદેશમા રેનારા માણસો તમે કેમ ઉભા રયને આભની હામે જોવ છો? આજ ઈસુ જેને પરમેશ્વરે જેવી રીતે તમારી પાહેથી સ્વર્ગમા ઉપાડી લીધો છે, એવી જ રીતે ઈ પાછો આયશે.
હું આવું ઈ હાટુ લખી રયો છું કેમ કે, હું ઈચ્છું છું કે, તમે ઈ વચનોને યાદ રાખો, જે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા કીધા હતાં અને આપડા તારનાર પરભુ ઈસુ મસીહના શિક્ષણને યાદ રાખો, જે તમને ઈ ગમાડેલા ચેલાઓએ દીધુ, જે તમારી પાહે આવ્યા હતા.
પછી કોકે સ્વર્ગથી કીધુ કે, “હે સ્વર્ગમા રેનારા, બાબિલ શહેરની હારે જે થયુ છે એની ઉપર રાજી થા! તમે જે પરમેશ્વરનાં લોકો છો, જેમા ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓ હારે છે, રાજી થાવ. તમારે રાજી થાવુ જોયી; પરમેશ્વરે ઈ લોકોને વ્યાજબી સજા આપી છે કેમ કે, તેઓએ તમારી વિરુધ બોવ જ ખરાબ કામ કરયુ છે.”
સ્વર્ગદુતે મને કીધું કે, “આ વાતુ જે પરમેશ્વરે તમને દેખાડી છે ઈ હાસી છે, અને ઈ એને ખરેખર પુરી કરશે. પરભુ પરમેશ્વર જે આગમભાખીયાઓને પ્રેરણા આપે છે, પોતાના સ્વર્ગદુત ઈ લોકો જે એની સેવા કરે છે, ઈ બનાવોને દેખાડવા હાટુ મોકલ્યો જે જલ્દી જ થાવી જોયી.”