2 અને લોકો જનમથી એક લંગડા માણસને લય જાતા હતાં, જેને ઈ દરોજ મંદિરનો સુંદર નામનો દરવાજો કેવાતો હતો, ન્યાં બેહાડી દેતા હતાં કે ઈ મંદિરમાં જાનારા લોકોની પાહે ભીખ માંગે.
તઈ એણે સ્વર્ગદુતને જોયને બીયને કીધું કે, “સાહેબ શું છે?” સ્વર્ગદૂતે એને કીધું કે, “તારી પ્રાર્થના અને તારું દાન પરમેશ્વરની આગળ યાદગીરી હાટુ પુગ્યું છે.
અને બધાએ એને ઓળખી લીધો કે આ ઈ જ લંગડો ભિખારી છે જે મંદિરના સુંદર નામના દરવાજાની પાહે બેહીને ભીખ માંગતો હતો, અને ઈ ઘટના જે એની હારે થય હતી, એને જોયને ઈ સોકી ગયો અને એને બોવ નવાય લાગી.