Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 3:19 - કોલી નવો કરાર

19 ઈ હાટુ પસ્તાવો કરીને પાપ કરવાનું બંધ કરો અને પરમેશ્વરની બાજુ પાછા વળી જાવ કે, તમારા પાપોને માફ કરવામા આવે, જેનાથી પરમેશ્વરની પાહેથી આત્મિક શાંતિનો વખત આયશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 3:19
73 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, ઈ લોકોના મન જડ થય ગયા છે, અને તેઓના કાન બેરા થય ગયા છે, અને તેઓએ પોતાની આંખુ મિશી લીધી છે, ક્યાક એવુ ના થાય કે, તેઓ આંખુથી જોવે, અને કાનોથી હાંભળે અને મનથી હમજે, અને પસ્તાવો કરે તો હું તેઓને હાજા કરૂ.


અને કીધુ કે, હું તમને હાસુ કવ છું કે, જો તમે ફરીને બાળકની જેમ નય થય જાવ, તો સ્વર્ગના રાજ્યમાં તમે અંદર જય હકશો નય.


અને ઈ ઈઝરાયલ દેશના ઘણાય લોકોને પરભુ પરમેશ્વર પાહે પાછા ફેરવશે.


પણ પિતરે આ કયને નકાર કરયો કે, “બાય, હું એને નથી જાણતો.”


પછી જઈ ગમાડેલા ચેલાઓ બીજીવાર ઈસુને મળ્યા, તો એને પૂછયું હે પરભુ શું તુ આ વખતમાં ઈઝરાયલ દેશના લોકોને રોમી સરકારથી આઝાદ કરીને પોતે રાજ્ય કરય.


આ બધુય હાંભળીને બધાય યહુદી વિશ્વાસી સુપ થય ગયા, અને પરમેશ્વરનાં વખાણ કરીને કેવા માંડયા કે, “તઈ પરમેશ્વરે બિનયહુદી જાતિના લોકોને પણ પોતાના પાપ કરવાનું બંધ કરીને અનંતજીવન પામવાનો મોકો દીધો છે.”


અને પરભુનો સામર્થ તેઓની હારે હતો, અને બોવ બિનયહુદી લોકો એના પરસાર દ્વારા પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવા લાગ્યા.


ઈ હાટુ મંડળીના લોકોએ તેઓને ન્યા જાવા હાટુ રૂપીયા અને ખાવાની વ્યવસ્થા કરી દીધી અને તેઓ ફિનિકિયા અને સમરૂન પરદેશોમા થયને ગયા. ન્યા વિશ્વાસી લોકોની હારે વાત કરી કે, બિનયહુદી જાતિના લોકો કેવા હારા હમાસાર હાંભળીને મસીહ ઉપર વિશ્વાસ કરી રયા છે, ઈ કયને તેઓએ બધાય વિશ્વાસી ભાઈઓને બોવ જ રાજી કરયા.


એણે એક જ માણસની બધીય જાતિના લોકોને હારી ધરતી રેવા હાટુ બનાવી, અને એના ઠરાવેલા વખત અને એના રેવાની સીમાઓને બાંધી છે,


પિતરે તેઓને કીધું કે, “પાપ કરવાનું બધ કરો અને દરેક માણસ પોત પોતાના પાપોનો પસ્તાવો કરી ઈસુ મસીહના નામથી માફી માગીને જળદીક્ષા લેય તો પવિત્ર આત્માથી વરદાન પામશો.


કેમ કે, ઈ લોકોના મન જડ અને એના કાન બેરા થય ગયા છે, અને તેઓએ પોતાની આંખુ બંધ કરી છે, એવુ નો થાય કે ઈ કયારે આંખુથી જોય, અને કાનથી હાંભળે, અને મનથી હમજે, અને પાપી જીવનથી મારી બાજુ ફરે અને હું તેઓને હાજા કરૂ.”


અને ઈ ઈસુને મોકલશે, જે મસીહ છે જેણે તમારા હાટુ પેલાથી ગમાડવામા આવ્યો છે.


ઈસુને સ્વર્ગમા ઈ વખત લગી રેવું જરૂરી છે, જઈ પરમેશ્વર ઈ બધીય વસ્તુઓને નવી કરી દેય; જે એને બનાવી છે. જેના વિષે પરમેશ્વરે પવિત્ર આગમભાખીયાઓ દ્વારા કીધું છે.


કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.


આ બધીય વાતો તઈ થાહે, જઈ પરભુ ઈસુ મસીહ પોતાના પવિત્ર લોકોમા માન અને મહિમા પામવા હાટુ પાછા આયશે, ઈ વખતે તમે પણ એમા ભેગા રેહો કેમ કે, જે અમે કીધું હતું એની ઉપર તમે વિશ્વાસ કરયો છે.


અને જઈ પરભુ ઈસુ મસીહ પોતાના સામર્થ્યથી સ્વર્ગદુતોની હારે ધગધગતી આગમાં સ્વર્ગમાંથી આયશે, તઈ ઈ તમને જે હમણાં દુખ સહન કરી રયા છે તેઓને અને અમને પણ વિહામો આપશે.


ઈ વિરોધ કરનારાને ભોળપણથી હમજાવે, થય હકે છે કે, પરમેશ્વર એના મનમા કામ કરે કે, તેઓ પાપ કરવાનું છોડી દેય, અને ઈસુ મસીહના હાસની વિષે જાણી હકે.


પરમેશ્વરે આપણને આરામની જગ્યામાં આવવાનો વાયદો કરયો અને ઈ અત્યારે પણ છે, ઈ હાટુ આપડે સાવધાન રેવું જોયી, એવું નો થાય કે, તમારામાંથી કોય પણ ઈ આરામની જગ્યા ઉપર જાવામાં નિષ્ફળ નીવડે.


હાસીન તમે ઈ ઘેટાની જેવા હતાં, જે ખોવાય ગયા હતાં, પણ હવે તમે આત્માના ભરવાડ એવા ઈસુની પાહે પાછા આવ્યા છો, જે એક આગેવાન ભરવાડની જેમ પોતાના ઘેટાઓની હંભાળ રાખે છે.


હે વાલાઓ, આ એક વાતને કોયદી નો ભુલતા કે, પરમેશ્વર હાટુ એક દિવસ એક હજાર વરહ બરોબર છે, અને એક હાજર વરહ એક દિવસ બરોબર છે, એના હાટુ એક દિવસ અને એક હજાર વરહ બધુય હરખું છે.


ઈ એની આંખુના બધાય આહુડા લુહી નાખશે, અને ન્યા મોત, હોગ, રોવાનું, કે દુખાવો થાહે નય. ઈ હવે નય રેય કેમ કે, જુની વાતુ વય ગય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ