10 અને બધાએ એને ઓળખી લીધો કે આ ઈ જ લંગડો ભિખારી છે જે મંદિરના સુંદર નામના દરવાજાની પાહે બેહીને ભીખ માંગતો હતો, અને ઈ ઘટના જે એની હારે થય હતી, એને જોયને ઈ સોકી ગયો અને એને બોવ નવાય લાગી.
એનાથી બધાય એવા નવાય પામ્યા કે બધાયે અંદરો અંદર વાત કરી કે, આ ક્યા પરકારનું શિક્ષણ છે? કેમ કે, ઈ અધિકારથી અને પરાક્રમથી મેલી આત્માને હુકમ કરે છે, એટલે ઈ બારે નીકળી જાય છે.
કેમ કે બાપ દીકરા ઉપર પ્રેમ રાખે છે, અને ઈ જે કાય કામ કરી રયો છે, ઈ બધુય મને દેખાડે છે. અને એના કરતાં વધારે મહાન કામો ઈ મને દેખાહે, જેથી હું શું કરી હકુ ઈ જોયને તમે પણ નવાય પામી જાહો.
અને લોકો જનમથી એક લંગડા માણસને લય જાતા હતાં, જેને ઈ દરોજ મંદિરનો સુંદર નામનો દરવાજો કેવાતો હતો, ન્યાં બેહાડી દેતા હતાં કે ઈ મંદિરમાં જાનારા લોકોની પાહે ભીખ માંગે.