6 ઈ લોકો જોતા હતાં કે, ઈ હોજી જાહે, કા તો એક પછી એક મરી જાહે, પણ જઈ ઈ ઘણાય ઘડી જોતા રેહે, અને જોહે કે, એને કાય પણ નય થયુ, તો પોતાનો વિસાર બદલીને કીધું કે, “આ કોય દેવતા છે.”
આગળ અને પાછળ હાલનાર લોકોએ પોકારયુ કે, “રાજા દાઉદના દીકરાને હોસાન્ના, પરભુને નામે જે આવે છે, ઈ આશીર્વાદિત છે, અતિ સ્વર્ગમાં હોસાન્ના.”
પિલાતે ફરીથી તેઓને પુછયું કે, “ઈસુ જે મસીહ કેવાય છે, એનું હું શું કરું?” બધાય લોકોએ એને કીધું કે, “એને વધસ્થંભે સડાવો.”
તઈ બધાય લોકો પોકારીને કેવા મંડયા, “આ વાણી તો પરમેશ્વરની છે, કોય માણસની નય!”
ઈ જગ્યાની આજુ-બાજુ ઈ ટાપુના સરદાર પબ્લિયસની જમીન હતી, એણે અમને પોતાના ઘરે લય જયને ત્રણ દિવસ હુધી પ્રેમ અને મિત્રભાવથી મેમાનગતી કરી.
અને નાનાથી લયને મોટા બધાય લોકો બોવ માન દયને કેતા હતાં કે, “આ માણસમાં પરમેશ્વરનું એવું સામર્થ છે, જે મહાશક્તિ કેવાય છે.”