જો તેઓ એક ઝેરીલા એરુને પણ ઉપાડી લેહે તો પણ હું તેઓનું રક્ષણ કરય, અને જો તેઓ કોય ઝેર પણ પીય લેય, તો પણ હું એનાથી તેઓને નુકશાન નય થાવા દવ. તેઓ મારા નામના કારણે માંદા લોકો ઉપર પોતાનો હાથ રાખશે અને માંદા લોકો હારા થય જાહે.”
ઈ લોકો જોતા હતાં કે, ઈ હોજી જાહે, કા તો એક પછી એક મરી જાહે, પણ જઈ ઈ ઘણાય ઘડી જોતા રેહે, અને જોહે કે, એને કાય પણ નય થયુ, તો પોતાનો વિસાર બદલીને કીધું કે, “આ કોય દેવતા છે.”