અને ઈસુ આખાય ગાલીલમાં ફરતો તેઓના યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં પરચાર કરતો હતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરતાં, અને લોકોમાં દરેક પરકારના રોગ અને દુખ મટાડતા.
થોડાક વખત પછી જઈ રાજા હેરોદે યોહાનને જેલખાનામાં નાખી દીધો, તઈ ઈસુ ગાલીલ જિલ્લામાં વયો ગયો. અને ન્યા લોકોની વસે પરમેશ્વરની તરફથી હારા હમાસારનો પરચાર કરયો કે,
ઈ જ રાતે પરભુ ઈસુએ પાઉલની પાહે આવીને કીધું કે, “હે પાઉલ હિમંત રાખ; કેમ કે જેવી તે યરુશાલેમ શહેરમાં સાક્ષી દીધી છે, એવી જ રોમ શહેરમાં પણ સાક્ષી આપવી જોહે.”
જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.
પણ જઈ ઈ લોકોએ ફિલિપને પરચાર દ્વારા પરમેશ્વરનાં રાજ્ય અને પરભુ ઈસુ મસીહના નામના હારા હમાસાર હાંભળ્યા તો એણે ઈસુ મસીહના નામ ઉપર વિશ્વાસ કરયો, અને બોવ માણસો અને બાયુએ વિશ્વાસ કરીને જળદીક્ષા લીધી.
અને પરભુમાં જે ભાઈઓ અને બહેનો છે, તેઓમાંથી ઘણાય બધાય મારા જેલખાનામાં હોવાને કારણે એટલા હિમંતવાન થય ગયા છે કે, કોય પણ બીક રાખ્યા વગર પરમેશ્વરનું વચન પરચાર કરે છે.
પરમેશ્વરનાં જે હારા હમાસાર પરચાર કરું છું, ઈ હાટુ હું એક અપરાધીની જેમ જેલખાનામાં દુખ સહન કરી રયો છું કેમ કે, હું આ હારા હમાસાર પરચાર કરું છું પણ હારા હમાસારને ફેલાવા હાટુ કોય રોકી હકતું નથી.