જો તેઓ એક ઝેરીલા એરુને પણ ઉપાડી લેહે તો પણ હું તેઓનું રક્ષણ કરય, અને જો તેઓ કોય ઝેર પણ પીય લેય, તો પણ હું એનાથી તેઓને નુકશાન નય થાવા દવ. તેઓ મારા નામના કારણે માંદા લોકો ઉપર પોતાનો હાથ રાખશે અને માંદા લોકો હારા થય જાહે.”
જઈ ન્યા રેનારાઓએ એરૂને એના હાથમાં વીટાળેલો જોયો, તો એકબીજાને કેવા મંડયા કે, “હાસીન આ માણસ હત્યારો છે, દરિયામાંથી તો બસાવ થય ગયો, તો પણ આપડી દેવીના ન્યાયે એને જીવતો રેવા દીધો નય.”
ખાલી તેઓ જ મસીહના સેવક નથી, હું એનાથી પણ વધીને છું, મે એનાથી ક્યાય વધારે દુખ ભોગવ્યું છે, એનાથી ક્યાય વધારે કેદી બનાવવામાં આવ્યો છું, બોવ બધીવાર કોયડાથી માર ખાધી છે, સદાય મારો જીવ મોતના જોખમમાં પડયો છે.