25 પછી અંદરો અંદર એકબીજાની હારે સહમત નો થય હક્યાં, તેઓ ન્યાંથી વયા જાવા મંડયા. તઈ પાઉલે એક બીજી વાત કીધી કે, “પવિત્ર આત્માએ યશાયા આગમભાખીયાની દ્વારા તમારા બાપ-દાદાને સોખુ કીધું હતુ,
પછી ઈસુએ તેઓને જવાબ દીધો કે, “તમે ઢોંગીઓના વિષે યશાયા આગમભાખીયાએ પવિત્ર શાસ્ત્રમા ઠીક લખ્યું છે કે, તમે લોકો મારા વિષે બોવ હારુ બોલોસો પણ હકીકતમાં તમે મને પ્રેમ નથી કરતા.