પછી અંદરો અંદર એકબીજાની હારે સહમત નો થય હક્યાં, તેઓ ન્યાંથી વયા જાવા મંડયા. તઈ પાઉલે એક બીજી વાત કીધી કે, “પવિત્ર આત્માએ યશાયા આગમભાખીયાની દ્વારા તમારા બાપ-દાદાને સોખુ કીધું હતુ,
જો કેટલાક યહુદી પરમેશ્વરની પ્રત્યે વિશ્વાસ લાયક નોતા તો શું થયુ? તો શું એનો અરથ આ છે કે, પરમેશ્વર એની હારે કરેલા પોતાના વાયદાને પુરા કરવામા અવિશ્વાસ થાહે?