જઈ ન્યા રેનારાઓએ એરૂને એના હાથમાં વીટાળેલો જોયો, તો એકબીજાને કેવા મંડયા કે, “હાસીન આ માણસ હત્યારો છે, દરિયામાંથી તો બસાવ થય ગયો, તો પણ આપડી દેવીના ન્યાયે એને જીવતો રેવા દીધો નય.”
અને જે કોય બધીય વસ્તુ ખાય એને તુચ્છ નો ગણો, અને જે કોય બધીય વસ્તુ નથી ખાતો એનો ન્યાય કરવો નય; કેમ કે, જે બધુય ખાય છે અને જે બધુય નથી ખાતો, પરમેશ્વર બેયને અપનાવે છે.
દેહથી જે સુન્નત વગરના છે તેઓ શાસ્ત્રનું પાલન કરીને, તમને એટલે કે જેની પાહે શાસ્ત્ર અને સુન્નત હોવા છતાય શાસ્ત્રનો નકાર કરનારને, શું ગુનેગાર નય ઠરાવે?