એથી ઈ વાત ભાઈઓ અને બેનોમાં ફેલાય ગય કે, ઈ બીજો ચેલો નય મરે, તો પણ ઈસુએ એના વિષે આ કીધું કે ઈ નય મરે, પણ એમ કીધુ હતું કે, જો મારી ઈચ્છા હોય કે, “મારા પાછા આવવા લગી આ જીવતો રય, તો એનાથી તારે શું કામ?”
રોમ શહેરના થોડાક વિશ્વાસી ભાઈઓ બહેનોએ હાંભળ્યું કે, અમે ન્યા આવી રયા છયી, તો ઈ અમને મળવા અને અમને રોમ શહેરમાં લય જાવા હાટુ આપ્પિયસ શહેરની બજાર અને ત્રણ સ્યાર શહેર લગી હામાં આવ્યા, જેને જોયને પાઉલે પરમેશ્વરનો આભાર માન્યો અને બોવ રાજી થયો.
હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે જાણી લ્યો કે, મે ઘણીય બધીવાર તમારી પાહે આવવાની ઈચ્છા રાખી કે, જેમ મે બિનયહુદીઓ વસે મસીહની હાટુ ચેલા બનાવ્યા, એવી જ રીતે તમારામા પણ બને, પણ હજી હુધી રોકાય ગયો.