13 ન્યાંથી આગળ વધીને અમે રેગિયમ શહેરમાં પુગીયા અને એક દિવસે દક્ષિણથી હવા હાલી, તઈ અમે બીજા દિવસે પુતોલી શહેરમાં આવ્યા.
જઈ દક્ષિણની બાજુથી થોડીક-થોડીક હવા હળવા લાગી, તો આ હમજયા કે ઈ યોજનાની પરમાણે ફીનીકસ વહાણ રોકવાના બંદરે હુધી પુગી જાહે, ઈ હાટુ લંગર ઉપાડો અને ક્રીત ટાપુના કાઠેથી જાવા મડયા.
સિરાકુસ શહેરમાં લંગર નાખીને અમે ત્રણ દિ લગી રોકાણાં.
ન્યા અમને થોડાક વિશ્વાસી ભાઈ બહેનો મળ્યા, એણે અમને એક અઠવાડીયું એની હારે રેવા હાટુ કીધુ. આ રીતે એની હારે રયા પછી, અમે જમીનના મારગેથી રોમ શહેરની બાજુ હાલ્યા ગયા.