અદ્રમુત્તિયા શહેરના એક વહાણ ઉપર આસિયા પરદેશના કાંઠેની જગ્યોએ જાવાનો હતો, ઈ જ વહાણના દ્વારા અમે અમારી યાત્રા સાલુ કરી, અને આરિસ્તાર્ખસ નામનો જે મકદોનિયાના પરદેશના થેસ્સાલોનિકાના શહેરના રેનારા પણ અમારી હારે હતા.
ત્રણ મયના પછી અમે એલેકઝાંન્ડ્રિયા જાતા વહાણ ઉપર યાત્રા સાલુ કરી, આ વહાણ ટાઢના કારણે આ ટાપુ ઉપર રોકાણો હતો, આ વહાણના આગલા ભાગે બેલડા દેવતા દિયોસ્કુરીની એક નિશાની હતી.