11 ત્રણ મયના પછી અમે એલેકઝાંન્ડ્રિયા જાતા વહાણ ઉપર યાત્રા સાલુ કરી, આ વહાણ ટાઢના કારણે આ ટાપુ ઉપર રોકાણો હતો, આ વહાણના આગલા ભાગે બેલડા દેવતા દિયોસ્કુરીની એક નિશાની હતી.
એની પછી તેઓએ બધાય ટાપુના શહેરોમાં યાત્રા કરી, અને છેલ્લે ઈ પાફોસ શહેરમાં પુગ્યા. ન્યા એને વસ્સે ઈસુ નામનો એક યહુદી માણસ મળીયો, જે જાદુગર અને ખોટો આગમભાખીયો હતો.
પણ થોડાક લોકોએ સ્તેફનનો વિરોધ કરયો, અને ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના લોકો હતાં, અને ઈ ગુલામીથી મુક્ત કેવાતા હતાં, ઈ લોકો કુરેન ગામ અને એલેકઝાંન્ડ્રિયા, કિલીકિયા એમ જ આસિયા પરદેશના પણ હતાં, આ લોકો સ્તેફનની હારે વાદ-વિવાદ કરવા મડયા.
તો પછી, હું નીવેદ ખાવાના વિષે સવાલનો જવાબ દેવા માગું છું અમે જાણી છયી કે, મૂર્તિઓ જગતમાં કાય નથી પણ ખાલી એક જ હાસા પરમેશ્વર સિવાય બીજો કોય પરમેશ્વર નથી.